મોરબીમાં વ્યાજખોરીનો કિસ્સો: રૂપિયા ચુકવ્યા છતાં દાગીના-ચેક પરત નહીં, દંપતી સામે ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરીનો કિસ્સો: રૂપિયા ચુકવ્યા છતાં દાગીના-ચેક પરત નહીં, દંપતી સામે ફરિયાદ

મોરબીના લાતી પ્લોટના નાકે રાજા વુડની ઉપરના માળે “આઇશ્રી એન્ટર પ્રાઇઝ” નામની ફાયનાન્સની ઓફિસમાં યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે વ્યાજ સહિત મુદલ ચુકવી આપવા છતા આરોપીઓએ સોનાના દાગીના તથા કોરા ચેકો પરત નહીં કરી મોટરસાયકલ બળજબરી પૂર્વક લઈ લઈ રૂપિયાની ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી જેઈલ રોડ સબ જેલ સામે અનુજાતીવાસમા શેરી નંબર -૦૬ માં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ (ઉ.વ.૪૦) એ આરોપી ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી રહે. ત્રાજપર ટી.કે. હોટેલ નજીક લક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ મોરબી તથા ભાવીનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદીના પત્ની વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ રૂ. ૨,૪૦,૦૦૦/- વ્યાજે આપી બળજબરી પુર્વક કોરા ચેક લઇ તેમજ સોનાના દાગીના ગીરવે મુકેલ જેના મળી વ્યાજ સહિત રૂ.૭,૬૭,૫૦૦/- ચુકવી આપેલ હોવા છતા સોનાના દાગીના ,ચેકો પરત નહી આપી તેમજ સાથી સોનલબેન બાબુભાઇ સોલંકી નાઓને રૂ.૨,૫૦, ૦૦૦/- વ્યાજે આપી તેનુ રૂ.૫,૦૦, ૦૦૦/- નુ લખાણ કરાવી ચેકો બળજબરી પુર્વક લઇ તેમજ એક મોટરસાયકલ બળજબરી પુર્વક લઇ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દિધા હોવા છતાં આરોપીઓએ રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!