સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ મલયાલમ એક્ટર શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. શ્રીનિવાસને લગભગ ચાર દાયકા સુધી પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. એક મહાન એક્ટર હોવા ઉપરાંત, તેઓ એક પ્રખ્યાત લેખક અને નિર્માતા પણ હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને ફેન્સના દિલ જીતી લીધા. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. શ્રીનિવાસનના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

error: Content is protected !!