હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટી તેમજ રેતીનો કરોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે ત્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ ખાતાએ લાલ આંખ કરતાં હળવદ તાલુકાના કેદારીયાગામની સિમ માંથી ગેરકાયદેસર માટીનું ખનન વહન ગેરકાયદેસર ખનીજ ચોરી કરતુ એક હીટાચી મશીન ઝડપી પાડ્યું છે. જેની અંદાજિત રૂ. ૩૨ લાખનું હિટાચી મશીન જપ્ત કરી એકને શખ્સને દબોચી લીધો હતો.
મોરબી ભુસ્તર શાસ્ત્રી માહીતી મળતા હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં માટીનું ગેરકાયદેસર માટીનું બેફામ ખનન વહન થઈ રહ્યું છે તેવી માહિતી મળતાં ખાણ ખનીજના અધિકારીઓ છાપો મારતા ૩૨ લાખનું હિટાચી મશીન જપ્ત કરીને હળવદ પોલીસ સ્ટેશન હવાલે કર્યું હતું. ખનીજ ચોરીના દરોડા પડતા ખનિજફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ખનીજ ચોરી ડામવા માટે હળવદ પોલીસ અને ખાણ ખનીજ ખાતા દ્વારા છાપાં મારવાં આવે છે. ત્યારે કેદારીયા ગામની સીમમાં માટીનું ગેરકાયદેસર ખનન વહન થઈ રહ્યું છે તેવી ખાણ ખનીજના અધિકારીઓની બાતમીના આધારે રેડ કરતાં કેદારીયા ગામના સંદીપભાઈ રામદિનભાઈ ગઢીયાને ૩૨ લાખના હિટાચી મશીન સાથે ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો,હળવદ પંથક્માં ખનીજ ચોરીના દરોડાથી અન્ય ખનિજ માફિયાઓ ફફડાટ વ્યાપી ગયો હતો…







