મહિકા ગામ નજીક આવેલ કોમ્પ્લેક્ષની ૨૨ દુકાનો ભાડા કરાર કર્યા વિના ભાડે આપી પોલીસ મથકમાં માહિતી નહિ આપનાર માલિક વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ આરોપી ઉસ્માન આહમદ બાદી (ઉ.વ.૬૫) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઉસ્માન બાદી મહિકા ગામ પાસે આવેલ કોમ્પ્લેક્ષનો માલિક છે અને કોમ્પ્લેક્ષમાં આવેલ ૨૨ જેટલી દુકાનો ભાડા કરાર વગર ભાડે આપી સ્થાનિક પોલીસ અને સંબંધિત કચેરીમાં ભાડા કરાર માહિતી નહિ આપી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાંનો ભંગ કર્યો છે વાંકાનેર તાલુકા પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે







