મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના નાકા પાસે જાહેરમાં એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-કે-૮૩૨૨ વાળુ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળીમા વિદેશી દારૂ વેચાણ કરવાના ઈરાદાથી રાખી હેરફેરી કરતા આરોપી જયેશભાઈ પ્રભુલાલ ચનીયારા (ઉ.વ.૩૮) રહે. પંચાસર રોડ, નાની કેનાલ ઓમ પાર્ક સામે મહાવીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર -૨૦૩મા મોરબીવાળાને વિદેશી દારૂના ચપલા નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






