મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 312 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો; એક ફરાર

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયા પરા વિસ્તારમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશાદના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૧૨ કિં રૂ. ૩૭૯૨૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશાદને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ દારૂનો જથ્થો પુરો પાડનાર આબિદ હસનભાઈ ભટ્ટી રહે‌ મોરબીવાળાનુ નામ ખુલતા બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!