મોરબીના પીપળી રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. અગાઉ ત્રણ આરોપી ને પકડી પાડવામાં આવ્યા હતા ત્યાર વધુ બે આરોપીઓ ને મોરબી પોલીસે પકડી પાડ્યા છે. મોરબીના અમરતસિંઘ ભૂરો ઉર્ફે ભૂરજી સોઢા એ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ નરસિંઘ પાસેથી ચારથી પાંચ કરોડ રૂપિયા લેવાના હોવાથી આરોપીઓએ પીપળી રોડ પર મોબાઈલ દુકાને આવી ફરિયાદીનાં ભાઈને માર માર્યો હતો અને કારમાં બેસાડી અપહરણ કરી લઇ જઈને માર માર્યો હતો
જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી નવઘણભાઈ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા રહે જેતપર ગામ તા.જી મોરબી મૂળ ગામ માળીયા મીયાણા જી. મોરબી, પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે આમજા ગામ તા.જી.ગાંધીનગર હાલ રહે. લૂંટાવદર ગામ તાજી મોરબી અને ભગીરથભાઈ રતિલાલભાઈ થોરિયા રહે બગથળા ગામ તા જી મોરબી વાળાને ઝડપી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી છે







