હળવદના માથક ગામે પોલીસ ફરીયાદનો ખાર રાખી યુવકને આપી બે શખ્સોએ પતાવી દેવાની ધમકી

હળવદના માથક ગામે પોલીસ ફરીયાદનો ખાર રાખી યુવકને આપી બે શખ્સોએ પતાવી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને ખેતી કામ કરતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી મિત્રાદસિંહ હરપાલસિંહ ઝાલા તથા હરપાલસિંહ જશવંતસિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપી મિતરાજસિંહ વિરુદ્ધ અગાઉ ફરિયાદ રજીસ્ટર કરાવેલ હોય જેનો ખાર રાખી બંને આરોપીઓએ ફરિયાદીએ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદીને ફોન કરી ફોનમાં ગાળો આપી ઠામ પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.

error: Content is protected !!