વધુ એક વ્યાજખોરી; લાખો ચૂકવ્યા છતાં ધમકી આપી ઉઘરાણી, બે સામે ગુનો દાખલ

મોરબી શહેરમાં વ્યાજખોરી અને ધમકીઓનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય જે મૂડી તથા વ્યાજ પર આપેલ છતા આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમા ૩૦૪ મંગલ જ્યોતી હોમ્સ -૦૧ મા રહેતા અને વેપાર કરતાં અનીલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૫) એ આરોપી ચીરાગભાઈ સંધાણી રહે. ગોલ્ડન માર્કેટ રવાપર રોડ તથા સુરેશભાઈ કાથાલાલ રાયકા રહે‌ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વેપાર કરવા માટે રૂપીયાની જરૂરત હોય જેથી આરોપી ચીરાગ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦/- મુડી તથા વ્યાજ ફરીયાદીએ પાછા આપેલ હોય તથા આરોપી સુરેશભાઈ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૪,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૫,૪૦,૦૦૦/- મુડી તથા વ્યાજ ફરીયાદીએ પાછા આપેલ હોય તેમ છતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી પાસેથી બન્નેના રૂપીયાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!