મોરબી: અગાઉની ફરીયાદ અને પૈસાની લેતીદેતી બાબતે યુવક અને તેના ભાઈને એક શખ્સે આપી ધમકીઓ
મળતી માહિતી મુજબ મોરબીના રવિનગર મયુર સોસાયટી પાછળ ત્રાજ પર રહેતા અમરતસિંહ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ.૨૫)એ આરોપી ભગીરથભાઈ રતિલાલ ઠોરિયા રહે. બગથળા ગામ તા.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપી ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા તેના વિરુદ્ધ યુવકએ અગાઉ દાખલ કરેલ ગુનો તથા તેના ભાઈ નરસિંહભાઈ સોઢા પાસે પૈસાની લેતીદેતી બાબતેનું મન દુઃખ રાખી ફરિયાદી તથા તેના ભાઈ સરદારસિંહ સોઢાના મોબાઈલ ફોન પર ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






