દેશમાં 100 નવા એરપોર્ટની યોજના, ગુજરાતમાં 11 એરપોર્ટ બનશે, સિરામિક હબ મોરબીની પણ પસંદગી, સિરામિક ઉદ્યોગને મળશે બુસ્ટ 

દેશમાં 100 નવા એરપોર્ટની યોજના, ગુજરાતમાં 11 એરપોર્ટ બનશે

સિરામિક હબ મોરબીની પણ પસંદગી, સિરામિક ઉદ્યોગને મળશે બુસ્ટ

કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત વચ્ચે ગુજરાતમાં કુલ 11 નવા એરપોર્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તેમાં મોરબીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જે શહેરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે સકારાત્મક સંકેત છે.

મોરબીમાં પ્રસ્તાવિત એરપોર્ટ મુખ્યત્વે સિરામિક ઇન્ડસ્ટ્રી અને એક્સપોર્ટ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આયોજનમાં છે. હાલની સ્થિતિ મુજબ હાલ સ્ટડી પૂર્ણ થઈ ચૂકી છે…

મોરબી દેશ-વિદેશમાં પોતાની સિરામિક ઉદ્યોગ માટે જાણીતા હોવાથી, એરપોર્ટ બનવાથી એક્સપોર્ટ વધુ સરળ અને ઝડપી બનશે. સાથે જ વેપારીઓ અને ઉદ્યોગકારોને સીધી એર કનેક્ટિવિટી મળતા બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે.

હાલમાં રાજ્યમાં કુલ 19 એરપોર્ટ હોવા છતાં માત્ર 8-10 જ નિયમિત રીતે કાર્યરત છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ભાર વધે છે. મોરબી સહિતના નવા એરપોર્ટ શરૂ થતા આ ભારમાં ઘટાડો થશે અને સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી મજબૂત બનશે.

વિશેષજ્ઞોના મત મુજબ, મોરબીમાં એરપોર્ટ શરૂ થવાથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થશે અને શહેરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે. આ પ્રોજેક્ટ મોરબીને ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત બનાવશે.

error: Content is protected !!