મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન નવાપરા ખડીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પાછળ નદીના પટ્ટમાં ઓમ માર્કેટિંગ કારખાના પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં બેસી ગંજીપત્તાના પાનાથી નસીબ આધારિત “તીનપત્તી”નો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળેલ હોય જેથી મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા પાંચ ઈસમો સુનીલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ-૨૯) રહે-ખડીપરા, નવાપરા,વાંકાનેર, સતીષભાઇ નરશીભાઇ સોલંકી (ઉ.વ-૩૨) રહે-ખડીપરા, નવાપરા, વાંકાનેર, રાકેશભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ-૨૧) રહે-ખડીપરા, નવાપરા, વાંકાનેર, વિપુલભાઇ ઠાકરશીભાઇ હીરાણી (ઉ.વ-૪૮) રહે-ભાટીયા સોસાયટી, બાલા હનુમાન પાસે,વાંકાનેર, હુશેનભાઇ ઉર્ફે ઓટુ વલીમહમદભાઇ શેખાણી (ઉ.વ-૩૯) રહે-લક્ષ્મીપરા શેરી નં-૦૩, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૭૩,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી નિકુંજ રમેશભાઈ ડાભી અને સાગર ઉર્ફે હડો કોળી નામના બે ઈસમો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






