મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિંમત રૂપિયા ૯૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અરમાન ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુનેજા (ઉ.વ.૨૧) ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






