ટંકારાના ખાખરા ગામેથી વિદેશી દારૂની 24 બોટલ ઝડપાઈ; આરોપી ફરાર
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ખાખરા ગામેથી વિદેશી દારૂની ૨૪ બોટલ જેની કિંમત રૂપિયા ૭,૨૦૦ નાં મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી પ્રફુલભાઈ ચનાભાઈ અઘારીયા રહે. ખાખરા તા. ટંકારાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





